________________
૨૪. શ્રી મહાવીર સ્વામી સ્તવના.
કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ! ગિરૂઆ રે ગુણ તુમ-તણાં, શ્રી વર્ધમાન-જિનરાયા રે સુણતાં શ્રવણે અમી ઝરે, માહરી નિર્મળ થાએ કાયા રે-ગિરૂઆ૦(૧) તુમ ગુણ-ગણ ગંગા-જળ, હું ઝીલી “નિર્મળ થાઉં રે અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉં રે-ગિરૂઆ૦(૨) ઝીલ્યા જે ગંગા-જળે, તે છીલર’ જળ નવિ પેસે રે જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નહિ બેસે-ગિરૂઆ૦(૩) એમ એમ તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યાને વળી માચ્યા રે તે કેમ પરસુર આદરે છે, પરનારી-વશ રાચ્યા રે-ગિરૂઆ૦(૪) તું ગતિ તું મતિ આશરો તું, આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે-ગિરૂઆ૦(૫)
૧. શ્રેષ્ઠ ૨. ન્હાઈને ૩. છીછરા પાણીમાં ૪. ગુણની ચર્ચાથી
૨૭૯