________________
કર્તા શ્રી પૂજ્ય ઉદયરત્નવિજયજી મહારાજ ? તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે ! તારી આંખડીયે મન મોહ્યું રે, જાઉં બલિહારી રે !! ત્રણ ભુવનનું તત્ત્વ લઈને, નિર્મલ તું હી નિપાયો રે | જગ સઘળું નિરખીને જોતાં, તાહરી હોડે કો નહિ આયો રે - લાગેo ||૧|| ત્રિભુવન-તિલક સમોવડ તાહરી, સુંદર સૂરતિ દીસે રે | કોટિ કંદર્પ સમ રૂપ નિહાળી, સુર-નરનાં મન હી સે રે – લાગેo ||૨|| જયોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેહને ન ગમે બીજું કાંઈ રે ! જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે, દીસે તુંહીજ તુંહી રે - લાગે ||૩|| તુજ મુખ જોવાને રઢ લાગી, તેહને ન ગમે ઘરનો ધંધો રે | આળ પંપાળ સવિ અલગી મૂકી, તુજશું માંડ્યો પ્રતિબંધો રે - લાગે છે ||૪||. ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસનો પામ્યો આરો રે | ઉદયરતન કહે બાંહ ગ્રહીને, સેવક પાર ઉતારો રે – લાગે છે /પા!
૨૭૭