________________
કર્તા : શ્રી પૂજ્ય સ્વરૂપચંદજી મહારાજ 3: ' જી રે ! આજ દિવસ ભલેં ઉગિયો જી રે, આજ થયો 'સુ-વિહાણ | પાસ-જિસેસર ભેટીયા, થયા આનંદ-કુશલ-કલ્યાણ હો – સાજન સુખદાયક જાણી સદા, ભવિ પૂજો પાસ જિદ – સાજન ૦ |૧|| જી રે ! ત્રિકરણ-શુદ્ધિઈ ત્રિદું સમે જી રે, નિસિહી ત્રિણ સંભારિ | ત્રિé દિશિ નિરખણ વરજીને, દીજૈ ખમાસમણ તીન વાર હો – સાજન છે ||૨|| જી રે ! ચૈત્યવંદન ચોવીસનો જી રે, સ્વર-પદ-વર્ણ વિસ્તાર , અર્થ-ચિંતન સિહું કાલનાજી રે, જિનનાથ ! નિખેડા ચાર હો – સાજન છે ||૩|| શ્રી જિન પદ ફરસે લહે, “કલિ-મલીન તે પદ *કલ્યાણ | તે વલી અર્જર અમર હવે, અ-પુનર્ભવ શુભ નિર્વાણ હો-સાજન ||૪|| જી રે ! લોહભાવ મુકી પરોજી રે, પારસ-ફરસ-પસાય | થાયે કલ્યાણ કોક' ધાતુથી, તિમ જિન-પદ મોક્ષ ઉપાય હો-સાજન ||પા જી રે ! ઉત્તમ નારી-નર ઘણાજી રે, મન ધરી ભક્તિ ઉદાર || આરાધી જિન પદ ભલો, થાઈ જિન કરેં જગ ઉપગાર હો-સાજન ૦ ||૬||. જી રે ! એહવો મન નિશ્ચિત કરી જી રે, નિશિ દિન પ્રભુને ધ્યાય | પામેં સૌભાગ્ય સ્વરૂપનેં, નિવૃત્તિ ૧૧ કમલાવર થાય હો-સાજન ૦ ||૭||
૧. સુપ્રભાત ૨, પાપથી મલિન ૩. સ્થાન ૪. સારૂં ૫. દૂર ૫. પારસ મણિના સ્પર્શથી ૭. સોનુ ૮, લોખંડમાંથી ૯. મોક્ષ ૧૦. લક્ષ્મીના ધણી
૨૭૧