________________
૨૩. શ્રી પાર્શ્વનાથ ભગવાન સ્તવના
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ | તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિચારો; મહેર કરી મુજ વિનંતિ સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો...૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી; દુર્ગતિ કાપો શિવસુખ આપો, ભક્ત સેવકને નિજપદ સ્થાપો...૨ અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળું મેં હાથ ધર્યો છે; વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માંહે તું છે ન્યારો...૩ પલ પલ સમરૂં નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હિ જિનેસ્વર; પ્રાણ થકી તું અધિકો વ્હાલો, દયા કરી મુજને નયણે નિહાળો...૪ ભક્ત વત્સલ તારૂં જાણી, કેડ ન છોડું એમ લેજો જાણી; ચરણોની સેવા નિત નિત ચાહું, ઘડી ઘડી મનમાંહે હું ઉમાહું...૫ જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે; અમીય ભરેલી તારી મૂરતિ નિહાળી, પાપ અંતરના દેજો પખાળી...૬ कर्ता : श्री पूज्य ज्ञानविमलजी महाराज 2 तुं प्रभु मारो हुं प्रभु तारो, क्षण एक मुजने नाहि विसारो; महेर करी मुज विनंति स्वीकारो, स्वामी सेवक जाणी निहाळो... १ लाख चोराशी भटकी प्रभुजी, आव्यो हुँ तारे शरणे हो जिनजी; दुर्गति कापो शिवसुख आपो, भक्त सेवकने निजपद स्थापो...२ अक्षय खजानो प्रभु तारो भर्यो छे, आपो कृपाळु में हाथ धर्यो छे; वामानंदन जगवंदन प्यारो, देव अनेरा मांहे तुं छे न्यारो...३ पल पल समलं नाथ शंखेश्वर, समरथ तारण तुं हि जिनेश्वर; प्राण थकी तुं अधिको व्हालो, दया करी मुजने नयणे निहाळो...४ भक्त वत्सल तारुं बिरुद जाणी, केड न छोडूं एम लेजो जाणी; चरणोनी सेवा नित नित चाहुं, घडी घडी मनमांहे हुं उमाई...9 ज्ञानविमल मुज भक्ति प्रभावे, भवोभवना संताप शमावे; अमीय भरेली तारी मूरति निहाळी, पाप अंतरना देजो पखाळी...६
૨૬૫