________________
૨૧. શ્રી નમિનાથજી ભગવાન સ્તવના
કર્તા : શ્રી પૂજ્ય વિનયવિજયજી મહારાજ | શ્રી નમિનાથને ચરણે નમતાં, મનગમતાં સુખ લહીએ રે
ભવજંગલમાં ભમતાં ભમતાં, કર્મ નિકાચિત દહીએ રે, શ્રી નમિનાથ. ૧ સમકિત શિવપુરમાંહી પહોંચાડે, સમકિત ધરમ આધાર રે
શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનું સાર રે, શ્રી નમિનાથ. ૨ જે સમકિત થી હોય ઉપરાંઠા, તેનાં સુખ જાય નાઠાં રે
જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ નહીં લીજે રે, શ્રી નમિનાથ. ૩ વપ્રારાણીનો સુત પૂજો, જિમ સંસારે ન ધુ્રજો રે
ભવજલતારક કષ્ટ નિવારક, નહિ કો એહવો દૂજો રે, શ્રી નમિનાથ. ૪ શ્રી ર્કિતીવિજય ઉવજઝાયનો સેવક, વિનય કહે પ્રભુ સેવો રે, ત્રણ તત્ત્વ મનમાંહિ અવધારો વંદો અરિહંત દેવો રે, શ્રી નમિનાથ. ૫
૨૪૧