________________
કર્તા : શ્રી પૂજ્ય ભાવપ્રભસૂરિ મહારાજ ધર્મ કરતાં પાપ જ વલણું, એ ઉખાણો સાચો રે મલ્લિ-જિણેસર વયણ સુણીને, બાહિર-દૃષ્ટિ ન રાચો રે-ધર્મ ||૧|| પૂરવ-ભવ માયા તપ કીધો, સ્ત્રી-વેદ તિહાં ઉપજાવ્યું રે તપ-જપ ચારિત્ર કિરિયા 'વિચિમઈ, બલ માયાનું ફાવ્યું રે-ધર્મ ||૨|| માયા તો જગ મીઠી પાલી, પ્રાણનઈ લ્યઈ ઉલ્લાલી રે ક્રોધાદિક તો ચઢ્યી જણાઈ, એ ન જણાઈ સુઆલી રે-ધર્મ ||૩|| સરસ આહાર-પૂજાના વાંછક, તે મુખઈ માયા ધોલઈ રે મુગ્ધ-નરને ભાંમઈ પાડી, બેઠા પેટ પંપોલઈ રે-ધર્મ ||૪|| તપ-જપ વ્રત તેહનાં શુદ્ધ કહીઈ, જે માયા નવિ ધરસ્યઈ રે શ્રી ભાવપ્રભ કહે તે તરસ્યઈ, મલ્લિ-જિનનું કહિઉં કરશ્ય રે-ધર્મ |પા||
૧, વચ્ચે ૨, લે ૩. અવ્યવસ્થિત ૪. ભ્રમણામાં.
૨૨૩