________________
૧૯. શ્રી મલ્લિનાથ ભગવાન સ્તવના
કર્તા ઃ ઉપા. શ્રી પૂજ્ય ચશોવિજયજી મહારાજ. તુજ-મુજ રીઝની' રીઝ', અટપટ’ એહ ખરીરી લટપટ નાવે કામ, ખટપટ-ભાંજ પરીરી...૧ મલ્લિનાથ તુજ રીઝ, જન-રીઝ" ન હુયૅરી દો ! એ રીઝણનો ઉપાય, સાહસું કાંઈ ન જુયેરી...૨ દુરારાધ્ય” છે લોક, સહુને સમર્થ ન (શશીરી) સરીરી એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી...૩ લોક-લોકોત્તર વાત, રીઝ દોઈ જુઈરી; તાત - ચક્રધર પૂજ, ચિંતા એહ હુઈરી...૪ રીઝવવો એક સાંઈ લોક તે વાત કરિરી. શ્રીનયવિજય સુ-શીશ, એહજ ચિત્ત ધરીરી...૫
૧, પ્રસન્નતા ૨, પ્રેમ. ૩. ગૂંચ ૪. તમારી-પ્રભુની પ્રસન્નતા, પરલોકની પ્રસન્નતાથી ૬. દુઃખે કરીને રાજ રાખી શકાય ૭. બધા શરીર = પ્રાણીઓ સમ = સરખાં હોઈ શક્તા નથી, બીજો અર્થ-રાશીચંદ્ર બધાને સરખો નથી હોતો, કોઈને બારમો પણ હોય છે ૮. એક ખૂબ દુઃખી થાય ૯. પ્રસન્નતાની રીતો જુદી છે ૧૦. ભરત ચક્રીને પિતાજી તીર્થકરના કેવળજ્ઞાન અને ચક્ર રત્નની પૂજા સમકાળે ચિંતાનો વિષય બની.
૨૧૫