________________
કત શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ કુંથુજિન ! મનડું કિમહી ન બાજે! જિમ-જિમ જતન કરીને રાખું, તિમ-તિમ અલગુ-ભાંજે હો! કુંથુળગાવા રજની-વાસર વસતી-ઉજડ, ગયણ પાયાલે જાય ! “સાપ' ખાયને મુખડું થોથું” એહ ઉખાણો-ન્યાય-હો ! કુંથુવારા મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે . વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે-હો! કુંથુનાવણી આગમ આગમ-ધરને હાથે, નાવે કિણ વિધ આંકું કિહાં-કણે જો હઠ કરી હટક્યું તો વ્યાલ તણી પરે વાંકું - હો ! કુંથુવારા જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પિણ નાંહિ | “સર્વ માંહે ને સહુથી અલગું”, એ અચરિજ મનમાંહિ-હો! કુંથુનાપા. જે જે કર્યું તે કાન ન ધારે, આપ-મતે રહે કાલો’ | સુર-નર-પંડિત-જન સમજાવે, સમજે ન માહરો સાલો –હો! કુંથુનાફll મેં જાણ્યું એ લિંગ-નપુંસક, સકળ-મરદને ઠેલે | બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝલે-હો ! કુંથુનાના “મન સાધ્યું તિણે સઘળું સાધ્યું”, એક વાત નહિ ખોટી / ઈમકહે “સાધ્યું” તે નવિ માનું, એક હી વાત છે મોટી-હો! કુંથુનાદા “મનડું દુરારાધ્ય તેં વશ આપ્યું”, તે આગમથી મતિ આણું / આનંદ-ઘન-પ્રભુ માહરું આણો તો “સાચું” કરી જાણું-હો ! કુંથુoll૯l.
----------------------------------------------------- ૧. સાચવણી ૨. દૂર ૩. ભાગે ૪, સાપ ભક્ષ્ય પદાર્થ ગળી જાય છે તેમજ કરડે ત્યારે પણ દાઢનું ઝેર ચાલ્યું જાય. એટલે મળતુ કંઈ નથી તેમ મન ૫. મહા-જ્ઞાની ૬. સાપ ૭. સ્વછંદી-ધૂની ૮. લુચ્ચો અથવા કુમતિરૂપ સ્ત્રીનો ભાઈ એ રીતે મન આપણો સાળો પણ થાય.
૧૯૫