________________
કર્તા : શ્રી પૂજ્ય જિનવિજયજી મહારાજ !! અંતરજામી હો કે શિવગતિ ગામી-મ્હારા લાલ મુજ મન મંદિર હો કે, થયો વિસરામી-મ્હારા લાલ સુ-દિશા જાગી હો કે ભાવઠ` ભાગી-મ્હારા લાલ પ્રભુ-ગુણ-રાગી હો કે હુઓ વડભાગી-મ્હારા લાલ... (૧) મિથ્યા સંકટ હો કે દૂર નિવારી-મ્હારા લાલ સમક્તિ-ભૂમિ હો કે સુ’-પરે સમારી-મ્હારા લાલ કરુણા શુચિ’-જળ હો કે તિહાં છંટકાવી-મ્હારા લાલ શમ-દમ કુસુમની હો કે શોભા બનાવી-મ્હારા લાલ... (૨) મહકે શુભ -રુચિ હો કે પરિમલ” પૂરી - મ્હારા લાલ જ્ઞાન સુદીપક હો કે જયોતિ સ-નૂરી-મ્હારા લાલ ધૂપઘી તિહાં હો કે ભાવના કેરી, મ્હારા લાલ સુમતિ ગુપતીની હો કે રચના ભલેરી-મ્હારા લાલ૦...(૩) સંવર બિછાણા‘ હો કે તપ-જપ તકિયા-મ્હારા લાલ ધ્યાન સુખાસન હો કે તિહાં પ્રભુ વસિયા-મ્હારા લાલ સુમતિ સહેલી હો કે સમતા સંગે-મ્હારા લાલ સાહિબ મિલિયા હો કે અનુભવ રંગે - મ્હારા લાલ૦... (૪) ધ્યાતા ધ્યેયે હો કે પ્રીત બંધાણી-મ્હારા લાલ
બારમા જિનશ્યું હો કે મન્ સંગે આણી-મ્હારા લાલ ક્ષમાવિજય બુધ હો કે મુનિ જિન ભાષે મ્હારા લાલ એહ અવલંબને હો કે સવિ સુખ પાસે-મ્હારા લાલ...(૫)
૧૩૯