________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ - // શ્રી શ્રેયાંસ-નિણંદનું, મેં નિરખ્યું હો ! અપૂરવ મુખ-ચંદ તો | નયન-ચકોરા ઉલ્લસ્યા, સુખ પામ્યા હો ! જિમ સુરતરૂ-કંદ તો-શ્રી ||૧||. "બિહુ-પખે પૂરણ સર્વદા, ત્રિભુવનમાં હો ! એ પ્રગટે પ્રકાશતો | ઉદયકરણ અહનિશ છે, વળી કરતો હો ! ભવિ-કુમુદ-વિકાશતો-શ્રી ||૨ || *દોષાકર કદીએ નહીં, નિ-કલંકી હો ! નહિ જલધિ-પ્રસંગ તો | 'મિત્ર ઉદય કરે અતિ ઘણો, 'પક્ષપાતી હો ! નહિ જેહ અ-સંગ તો-શ્રી ||૩|| તેજ થકી સવિ ‘તમ હરે, નવિ રૂંધે હો ! વાદલ જસ છાયતો | ગુરૂ-બુધ જન સેવે સદા, શુભ-કામે હો ! ધરે તાસ સહાયતો-શ્રી ||૪|| અનુભવ’– જલનિધિ-ઉલ્લસે, આનંદિત હો ! હોવે ! ભવિજન” કોકતો | સરસ-સુધારસ-વલણથી, વળી નાશે હો ! મિથ્યા-મત-શોક-તો-શ્રી ||પા. જ્ઞાનવિમલ-પ્રભુતા ઘણી, જસ નામે હો ! હોઈ અધિક આણંદ તો | વિષ્ણુ-નૃપતૃિ-કુલ-દિન‘-મણિ, અગીઆરમો હો ! વંદુ જિનચંદ તો-શ્રી |IS II
૧. પ્રભુજી બંને પક્ષે માતૃપક્ષ અને પિતૃપક્ષ અગર વ્યવહારથી નિશ્ચયથી, ચંદ્ર તો શુક્લપક્ષમાં પૂર્ણ થાય-કૃષ્ણપક્ષમાં ઘટે. ૨. દોષાકર-ચંદ્ર પણ પ્રભુજી દોષના, આકર=ખાણ નથી ૩. ચંદ્ર તો મિત્ર-સૂર્યનો અસ્ત થાય ત્યારે ઉગે, પણ પ્રભુજી તો મિત્રભાવે સહુનો ઉદય કરનાર છે જ, ચંદ્ર તો પક્ષ =કૃષ્ણપક્ષમાં પાતી=પડવાવાળો, ક્ષીણ કલાવાળો, પણ પ્રભુજીની પક્ષપાતી-રાગ-દ્વેષવાળા નથી ૫. અંધકાર ૬. સમુદ્ર ૭, ચકોરપક્ષી ૮. સૂર્ય
૧૩૧