________________
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ ક
શીતળ જિનપતિ લલિત'-ત્રિ-ભંગી, વિવિધ-ભંગી મન મોહરે । કરૂણા કોમળતા તીક્ષ્ણતા ઉદાસીનતા સોહેરે-શીતળ ૦||૧|| સર્વ-જંતુ-હિત-કરણી કરૂણા, કર્મ -વિદારણ તીક્ષણરે । હાન -દાનરહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે-શીતળ ૦||૨|| પરપ-દુઃખ-છેદન-ઈચ્છા કરૂણા, તીક્ષ્ણ પર-દુઃખ રીઝેરે । ઉદાનસીનતા ઉભયવિલક્ષણ,‘ એક ઠામેં કિમ સીઝેરે ? શીતળ ૦||૩|| અભયદાન તે કરૂણા, મળક્ષય તીક્ષ્ણતા ગુણભાવે રે; I
પ્રેરક વિણકૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે - શીતળ ૦ ||૪|| શક્તિ'' વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિથતા સંયોગેરે । યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગી રે - શીતળ ૦ પા ઈત્યાદિક બહુ-ભંગ ત્રિ-ભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે.। અ-ચરિજ-કારી ચિત્ર-વિચિત્રા, આનંદધન-પદ લેતી રે - શીતળ ૦ ||૬||
ی
૧. સુંદર ૨. ત્રણ-ત્રણ ભાંગાવાલી ૩. અનેક પ્રકારની ચીજો ૪. કર્મને નાશ કરવા માટે પ. છોડવું કે લેવું તેનાથી રહિત પરિણામવાળા ૬. બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરૂણા, બીજાના દુઃખમાં રાજી થવું તે તીક્ષ્ણતા, અને બંનેથી નિરપેક્ષ રહેવું તે ઉદાસીનતા, આ ત્રણ બાબતો પરસ્પર વિરોધી, એક જગ્યાએ કેમ સંભવે ? (ત્રીજી ગાથાનો અર્થ) ૭. કર્મના ક્ષયથી ૮. ગૌણપણે ૯. પ્રેરક તરીકે રહ્યા વિના સાહજિક પરિણતિ ૧૦. આ ગાથામાં નય-વિશેષથી પાંચ જાતની ત્રિભંગીઓ જણાવી છે, જેનો રહસ્યાર્થ વિવેચનમાંથી જોઈ લેવો.
૧૨૧