________________
કર્તા : શ્રી પૂજ્ય ખિમાવિજયજી મહારાજ પ્રથમ-જિણેસર પૂજવા, સહિયર મ્હારી ! અંગ ઉલટ ધરી આવ ! હો કેસર ચંદન મૃગમદે’ સહિ૦ સુંદર આંગી બનાવ ! હો. સહજ સલૂણો મ્હારો, શમ-સુખલીનો મ્હારો જ્ઞાનમાં ભીનો મ્હારો સાહિબો, સહિયર મ્હારી ! જયો ! જયો પ્રથમ-જિહંદ ! હો સહજ (૧) ધન્ય મરૂદેવી કૂખને સહિ૦ વારી જાઉં વાર હજાર હો
સ્વર્ગ શિરોમણીને તજી, સહિ. જિહાં પ્રભુ લીએ અવતાર, હો-સહજ (૨) દાયક-નાયક જન્મથી, સહિo લાજયો સુરતરૂ-વૃંદ હો યુગલા-ધરમ-નિવારણો, સહિo જે થયો પ્રથમ-નરિંદ હો-સહજ (૩) લોકનીતિ સહુ શીખવી, સહિ૦ દાખવા મુક્તિનો રાહ હો. રાજય ભળાવી પુત્રને, સહિ૦ પામ્યો ધર્મ-પ્રવાહ હો -સહજ૦ (૪) સંયમ લેઈ સંચર્યો, સહિ૦ વરસ લગે વિણ આહાર હો શેલડી રસ સાટે ” દીઓ, સહિ. શ્રેયાંસને સુખ સાર હો-સહજ૦ (૫) મોટા મહંતની ચાકરી, સહિ. નિષ્ફળ કદી ય ન થાય હો. મુનિપણે નમિ-વિનમિ કર્યા સહિ. ખીણમાં ખેચર-રાય હો – સહજ૦ (૬) જનનીને કીઓ ભેટસો, સહિ. કેવળ-રત્ન અનૂપ હો પહિલી માતા મોકલી, સહિ. જોવા શિવ-વહૂ-રૂપ હો – સહજ (૭) પુત્ર નવાણું પરિવર્યો, સહિ. ભરતના નંદન આઠ હો આઠ કરમ અષ્ટપદે, સહિ. યોગ-નિરોધે નાઠ હો-સહજ૦ (૮) તેહના બિંબ સિદ્ધાચલે, સહિ. પૂજો પાવન-અંગ હો સમાવિજય-જિન નિરખતાં, સહિ૦ ઉછળે હરખ-તરંગ હો-સહજ (૯)
૧, હર્ષ-આનંદ ૨. કસ્તુરીથી ૩. સુંદર-શ્રેષ્ઠ ૪. દાતાઓના નાયક ૫. કલ્પવૃક્ષનો સમૂહ ૬. માર્ગ ૭, વાદળામાં ૮. ઉત્તમ ૯. અદ્ભુત-અપૂર્વ