________________
કર્તા : શ્રી પૂજ્ય દેવચંદ્રજી મહારાજ ૧ શ્રી ચંદ્રપ્રભ જિન-પદ સેવા, હેવાય જે હળિયાજી | આતમ-ગુણ-અનુભવથી મળિયા, તે ભવભયથી ટળિયાજી-શ્રી,... ||૧|| દ્રવ્યસેવ વંદન-નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી | ભાવ અભેદ થાવાની ઈહા, પરભાવે નિઃકામોજી-શ્રી.... ||૨|| ભાવસેવ અપવાદે નૈગમ, પ્રભુ-ગુણને સંકલ્પજી | સંગ્રહ-સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પજી-શ્રી.... |૩|| વ્યવહારે બહુમાન જ્ઞાનનિજ, ચરણે નિજ-ગુણ રમણાજી | પ્રભુ-ગુણ આલંબી પરિણામે, ઋાપદ દયાને સ્મરણાજી-શ્રી.... ||૪|| શબ્દ શુક્લ-ધ્યાનારો હણ, સમભિરૂઢ ગુણ દશમેજી | બીઅ' શુક્લ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અ-મમેંજી-શ્રી.... //પા. ઉત્સર્ગે સમક્તિ-ગુણ પ્રગટ્ય, નૈગમ પ્રભુતા અંશેજી | સંગ્રહ આતમસત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસે-શ્રી,... I૬ || ઋજુસૂત્રે શ્રેણિ-પદસ્થ, આત્મશક્તિ પ્રકાશેજી | પથાખ્યાત પદ શબ્દ-સ્વરૂપે, શુદ્ધ-ધર્મ ઉલ્લાસેજી-શ્રી૦... ||૭|| ભાવસયોગી અયોગી શૈલેશે, અંત્ય દુગ-નય જાણેજી | સાધના એ નિજ-ગુણ-વ્યક્તિ, તે સેવના વખાણેજી-શ્રી૦... ||૮|| કારણ ભાવ તેહ અપવાદે કાર્ય રૂપ ઉત્સર્ગેજી | આત્મભાવ તે ભાવદ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગોજી-શ્રી... III કારણભાવ-પરંપર-સેવન, પ્રગટે કાર્ય-ભાવોજી | કાર્ય-સિદ્ધ કારણતા-વ્યવ, શુચિ પરિણામિક ભાવોજી-શ્રી ... /૧૦ || પરમ ગુણી-સેવન તન્મયતા, નિશ્ચય-ધ્યાને ધ્યાવેજી | શુદ્ધાતમ અનુભવ-આસ્વાદી દેવચંદ્ર-પદ પાવેજી-શ્રી.... ||૧૧||
૧, શુક્લધ્યાનના બીજા પાયે
૧૦૧