________________
૭. શ્રી સુપાર્શ્વનાથના સ્તવનો
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ 1. શ્રી સુપાસ-જિન વંદીયે, સુખ-સંપત્તિનો હેતુ-લલના શાંત-સુધારસ-જલનિધિ, ભવ-સાગરમાંહે' સેતુ-લલના-શ્રીસુપાસ ||૧|| સાત મહા-ભય ટાળતો, સપ્તમ જિનવર દેવ-લલના સાવધાન-મનસા કરી, ધારો-પદ-સેવ-લલના-શ્રી સુપાસ૦ ||૨|| શિવ શંકર જગદીસ્વરૂ, ચિંદાનંદ ભગવાન-લલના જિન અરિહા તીર્થકરૂ, જયોતિ-સરૂપ અ-સમાન -લલના-શ્રી સુપાસ૦ ||૩|| અલખ નિરંજન વચ્છલ, સકળ -જંતુ-વિસરામ-લલના. અભય-દાન-દાંતા સદા, પૂરણ આતમ-રામ-લલના-શ્રી સુપાસ૦ ||૪|| વીતરાગ-મદ-કલ્પના, રતિ-અરતિ-ભય-શોગ-લલના નિદ્રા-તંદ્રા-દુર્દશા-રહિત, એ-બાધિતયોગ” લલના-શ્રી સુપાસ) ||પા પરમ-પુરૂષ પરમાતમાં; પરમેસ્વર પરધાન-લલના પરમ-પદારથ પરમેષ્ઠી, પરમ-દેવ પરમાન' લલના-શ્રી સુપાસ ||૬||| વિધ’ વિરંચી વિધ્વંભરૂ', હૃષીકેશ જગનાથ-લલના || અઘ-હર° અઘ-મોચન ધણી મુક્ત પરમ-પદ સાથ-લલના-શ્રી સુપાસો ||૭|| ઈમ અનેક અભિધા ધરે, અનુભવ-ગમ્ય-વિચાર-લલના | જે જાણે તેમને કરે, આનંદઘન અવતાર-લલના-શ્રી સુપાસ ||૮||
૧. પુલસમાન પાર ઉતારનાર ૨, હાથી, સિંહ, અગ્નિ, પાણી, કેદ, ચોર, રોગાદિ સાત ભય, અથવા કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, એ સાત ભયને દૂર કરનાર ૩. અસાધારણ- જેમના જેવા બીજા કોઈ નહીં તેવા
૮૩