________________
વર્તન દ્વારા મને સતાવવામાં બાકી નથી રાખતા. અને તેમાં વળી અધુરામાં પુરૂં થવાની જેમ મારી જેઠાણી (ઈચ્છા) પોતાની હલકી અને બૂરી દાનતેને પૂરી કરવા પિતાના ધણ (કામ) અને દીકરા (લાભ) ને મારી વિરૂદ્ધ ઉશ્કેરવામાં બાકી નથી રાખતી.
પછી ગરજે ગધેડાને બાપ કહેવું પડે તેની જેમ ના છૂટકે મારા ઘરના બધા નાકમાં સાવ હલકા સ્વભાવના એક નેકરની (ક્રોધ)ની મદદ લેવી પડે છે.
તે નોકર મારી સાથે મારી વાતમાં હા પાડે અને ઘરના માણસો સાથે મારી વિરૂદ્ધ કારવાઈમાં પણ ભાગ લે છે. આ મદારીના ડુગડુગિયાની જેમ બે તરફ ઢોલકી વગાડી છેવટે મને દુ:ખી જ વધારે કરી મૂકે છે. કેટલીક વાર તે મને આકરે માર પણ મારે છે.
મારા આર્યપુત્ર (ધણીની વાત કહેતાં તે આર્ય સ્ત્રી તરીકે મનમાં શરમના શેરડા પડે છે, તે છતાં દિલનું દર્દ પિતા આગળ ખુલ્લી રીતે ન જણાવું તે કેને જણાવું ? એટલે પિતાજી! મારી એ કર્મ કથની હું આપને જણાવું છું.
મારા જીવાત્મા પોતાના લંગોટિયા ભાઈબંધ(મનજી, ભાઈ) ના ચાળે એવા ચઢી ગયા છે કે શી ખબર ! કેવા કેવા ભયંકર સંજોગોમાં તેઓ સપડાઈ જશેતેની કલ્પના પણ મને ઘણું વાર કમકમાટી ઉપજાવે છે !