________________
-૧oo
ઈમ અખિલ સાધુ પરીવાર શું પરવર્યો,
જલધિ જંગમ છ ગુહિર ગાજે; વિચરતા દેશ પરદેશ નિય દેશના,
ઉપદિશે સયલ સંદેહ ભાંજે મુ૧૨ | ઢાલ-૨ .
- વિવાહલાની દેશી ! હવે નિય આય અંતિમ સમે, જાણિય શ્રી જિન રાય રે, નયરી અપાપાઍ આવીયા, રાય સમાજને ઠાય રે; હસ્તિ પાલગરાયે દીઠલા, અવિયડા અંગણ બારરે, નયણ કમલ દેય વિહસીયા, હરસીલા હઈડા મઝારેરે ! ૧૩ ભલે ભલે પ્રભુજી પધારીયા, પાવસ પાવન કીધા રે, જનમ સફલ આજ અમ તણો, અહ ઘરે પાઉલાં દીધારે; રાણી રાય જિન પ્રણમીયા, મોટે મોતિયડે વધાવિરે, જિન સન્મુખ કર જોડીય, બેઠલા આગલે આવિરે છે ૧૪ ધન અવતાર અમારડો, ધન દિન આજુને એહારે; સુર તરૂ આંગણે મારિઓ, મેતિયડે વૂડલે મેહેરે; આહ્યું અમારડે, એવડો, પૂરવ પુન્યને નેહરે, હેડલે હેજે હરસિએ, જે જિન મલિઓ સંગે રે
૧૫ | અતિ આદર અવધારિરે, ચરમ ચોમાસલું રહિયારે, રાય રાણી સુર નર સવે, હિયડલા માંહે ગહ ગોહિયારે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની, પાપ સંતાપ પુરો થયે, શાતા થઈ તન મનનીરે છે ૧૬