________________
જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.
જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિન-વર હવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભગી જગ જેવે રે.
–ષડ૦ ૭ ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર, અનુભવે રે, સમય પુરુષના અંગ કહ્યાં છે, જે છેદે, તે દુરભવ્ય રે.
–ષડ૦ ૮ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ, અર્થ વિનિયેગે રે, જે ધ્યાવે તે નવિ વંચી જે, ક્રિયા અવંચક ભેગે રે.
ષડ૦ ૯ શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવિ સાધી શકીયે, એ વિષવાદ ચિત્ત સઘલે રે.
-ષડ૦ ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જિમ આનંદઘન લહિયે રે.
–ષડ૦ ૧૧ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. અષ્ટ ભવાંતર વાલહેરે ! તું મુજ આતમરામ, મનરાવાલા! મુગતિ નારી શું આપણે રે, સગપણ કઈ ન કામ મ. ૧