________________
સર્વ જગ જંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બિંદુ સમગણે, મુણે, ભવજલનિધિ નાવ રે,
–શાંતિ. ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતના ધાર રે . અવર સવિ સાથે સગથી, એહ નિજ પરિકર સાર રે.
–શાંતિ. ૧૧ પ્રભુમુખથી એમ સાંભલી, કહે આતમરામ રે; તાહરે દરિસણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવિ કામ રે.
–શાંતિ. ૧૨ અહે અહે હું મુજને કહું, નમો મુજ નમે મુજ રે; અમિત ફલ દાન : દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.
શાંતિ૧૩ શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ-પર રૂપ રે; આગમ માહે વિસ્તાર ઘણે, કહ્યો શાંતિજિન ભૂપ રે.
–શાંતિ. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે.
-શાંતિ. ૧૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન. મનડું કિમહિ ન બાજે? હે કુંથુજિન!
- મનડું કિમહિ ન બાજે? જેમ જેમ જતન કરીને રાખું, - તેમ તેમ અળગું ભાજે– હે કુંથુજિન ૧