________________
ઢસો એણે દિન જેહ, દોઢસે એણેદિન સૂત્રકસિદ્ધાં, કલ્યાણક દશ ક્ષેત્રનાં લીધાં, અતીત અનાગતને વર્તમાન, સર્વ મળી દેઢશે તસ માન. જી. મારા કલ્પવૃક્ષ તરૂમાં વડેરે, દેવમાંહે અરિહંત, ચક્રવર્તી નૃપમાં વડેર, તિથિમાં તિમ એ હુંત, તિથિમાં તિમ એવંત વડેરો ભેદે કર્મ સુભટનો ઘેરે, મૈન આરાધ્યો શિવપદ આપે, સંકટ વેલતણું મૂળ કાપે, જી. મારા અહેવારત પોષહ કરી મૈન તપ ઉપવાસ, અગીઆર વરસ આરાધીએરે, વળી અગીયારહ માસ, વળી અગીયાર માસ જે સાધે, મનવચ કાયે શુદ્ધ આરાધે, ભવ ભવ સુખીઆ તે નર થાશે, સુત્રત શેઠ પાઁગવાશે, જી રે કૃષ્ણ કહે સુત્રત કીસ્યો રે કેમ પામ્યો સુખ શાત, નેમિ કહે કેશવ સુણેરે સુરતને એવદાત, સુવ્રતનો અવદાય વખાણું, ધાતશ્રીખંડ વિજયપુર જાણું, પૃથ્વી પાળ તિહારાજા વિરાજે, ચંદાવતી રાણી તસ છાજે, જીપા વાસ વસે વ્યવહારીરે સુર નામે તિહાં એક સદગુરૂ મુખે એક દિન ગ્રહીરે અગીઆરસ સુવિવેક-અગીઆરસ સુવિવેકે લીધી; રૂડી ઉજમણુની વિધિ કીધી. પેટ શુળથી મરણ લહીને પહોંચ્યો અગીઆરમે સ્વર્ગ વહીને, છ ૬ એકવીશ સાગર તરે, પાળી.