________________
અપણ પત્રીકા.
જૈનશાસનનનભેમણિ–
સિતમહોદધિ–પ્રશમરનિધિ સગૃહીત નામધેય પરમપૂજ્ય ગુરૂમહારાજશ્રી ૭ ઉપાધ્યાયજી.
કનકવિજયજીમણીની સેવામાં
આપશ્રીજીએ આપના વિશુદ્ધચારિત્ર અને ઉત્તમ બ્રહ્મચર્ય તથા અપૂર્વજ્ઞાન ક્રિયાદિના પ્રભાવથી નિર્મલ ધર્મોપદેશ આપીને અનેક દેશના ભવ્યપ્રાણીઓને સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરાવીને શુદ્ધ મેક્ષ માર્ગે ચડાવી શાસનમાં મહાન ઉપકાર કર્યો છે. તેવીજ રીતે મને પણ સંસાર સમુદ્ર તરવા જહાજ સમાન પરમેશ્વરી દીક્ષા આપી મહાન ઉપકાર કર્યો છે. તે ઉપકારનું સ્મરણ કરવા ખાતર આ પુસ્તક આપશ્રીજીને સમર્પણ કરી મારા આત્માને કૃતાર્થ માનું છું.
લી. આપને કપાકાંક્ષી સેવક, મુક્તિવિજય.