________________
(૬૮)
ઢાળ ૨ જી. એક દિવસેરે શેઠ સુત્રત પિસહધરે, સહકુબેરે રયણ સમય કાઉસ્સગ કરે, તવ આવ્યારે ચોર લેવા ધન આંગણે, કશી બાંઘેરે ધનની ગાંસડી તક્ષણે, ગુટક-તક્ષણે બાંધ્યા દ્રવ્ય બહલે, શિર ઉપાડી સંચરે, તવ દેવ શાશનતણે થંભ્યા ચેર અતિચિંતા કરે, દીઠા પ્રભાતે કોટવાળ, બાંધી લેંગ્યા રાયને, વધ હકમ દીધે રાયે તવ તિહાં, શેઠ આખ્યા ધાઈને. ૧૨ નૃપ આગળરે શેઠ મુકી તિહાં ભટણું, છેડાયું રે ચાર સહનું બંધણું, જગ વાધ્યારે મહિમા શ્રી જૈનધર્મને, કેઈ છેડેરે મિથ્યાત્વ મારગ ભર્મને, ગુટક-મિથ્યાત્વમારગ તજી પુરજન જૈન ધર્મ અંગીકરે, એક દિવસ ધગ ધગ કરત ઉદ્દભટ અગ્નિ લાગ્યો તિણે પુરે, બાળ મંદિર હાટ સુંદર લેક નાઠા ધસસસી, સહકુટુંબ પૈષધ સહીત તીણે દિન શેઠ બેઠા સમરસી, ૧૩ જન બેલેરે શેઠ સલુણ સાંભળે. હઠ કાં કરે રે નાસો અગ્નિમાં કાં બળે, શેઠ ચિંતવે રે, પરિષહ સહશું તે સહી, વ્રત ખંડન રે એણે અવસરે કરશું નહિ, નહિ યુક્ત મુજને વ્રત વિલેપન એમ રહ્યો દઢતા ગ્રહી, પુરબન્યું સઘળું શેઠના ઘર છે. તે ઉગર્યો સહી, પુરક અચરિજ દેખી