________________
૨૪૦
દેવવંદનમાલ,
દિવાળીના દેવવંદનના કર્તા
શ્રીજ્ઞાનવિમલસૂરિ. આ સૂરિને જન્મ સં. ૧૬૯૪ માં ભિન્નમાલ શહેરમાં થયે. હતું. તેમનું મૂળ નામ નાથુમલ હતું. તેમના પિતા વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦૨ માં આઠ વર્ષની ઉંમરે ધીરવિમલ પાસે દીક્ષા લીધી. નવિમલ નામ પાડ્યું. તેમણે અમૃતવિમલગણ તથા મેરૂવિમલમણુ પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ના મહા સુદી ૧૦ મે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજયપ્રભસૂરિએ સાદડી પાસે ઘાણેરાવ ગામમાં પંડિત (પન્યાસ) પદ આપ્યું. તેમના ગુરૂ ધીરવિમલગણ સં. ૧૭૩૯ માં સ્વર્ગવાસી થયા છે.
- આચાર્ય વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે આવેલા સંડેસર (સંડેર) માં સં. ૧૭૪૪ ના ફાગણ સુદી પાંચમને ગુરૂવારે આચાર્ય પદવી આપી. તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું. તે વખતે શેઠ નાગજી પારેખે આચાર્યપદને મહેસવ કર્યો હતો.
તેમને બિહાર ઘણે ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદી, રાધનપુર, ખંભાત, ઘણેરાવ, શિરોહી, પાલીતાણ, જુનાગઢ વગેરે સ્થળમાં થયો છે. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭ માં શ્રી સિદ્ધાચળને સંધ કાઢયા હતા. તે સંધનું વર્ણન કવિ દીપસાગરગણીના શિષ્ય સુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે. પાલીતાણામાં તેમના હાથે જિનપ્રતિમાની
સત્તર વાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું ચોમાસું ખંભાતમાં સં. - ૧૭૮૨ માં કર્યું. ત્યાં આ વદમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ