________________
ચોમાસીના દેવવંદન–પં. વીરવિજ્યજીકૃત
તસુ સુ(મુ)ખ દર્શન દૂરે દાટ; સ્વામી સેવીયે; લોક કહે હિંગ ચિત્ત ઉચ્ચાટ, ઘર ઘર ભટકે તે બારે વાટ; સ્વામી સેવીએ. ૭ તિણુવિધ ભટકયો કાલ અનંત, મલિયા કલિયા નહિ અરિહંત; સ્વામી સેવીયે; તે દિન દર્શન તો પ્રતિપક્ષ, હવે દર્શન ફલશે પ્રત્યક્ષ; સ્વામી સેવીયે. ૮ પ્રીતિ ભકિતયે ચલને રંગ, ગુણદર્શને ગયો રંગ પતંગ; સ્વામી સેવીયે; અણુમલવે હુવે મન ઉત્કંઠ, મલવે દુઃખ કરે વિરહે ઉલ્લંઠ; સ્વામી સેવીયે. ૯ અનુભવ દશને બિહું દુ:ખ નાસ, રાતી દિવસ રહે હઈડા પાસ; સ્વામી સેવીયે; ક્ષય ઉપશમ ગુણ ખાયક દાય, ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય; સ્વામી સેવીયે. ૧૦ રંગ મહેલમાં ઉત્સવ થાય, મહ કુટુંબ તે રોતું જાય; સ્વામી સેવીયે; શ્રી શુભવિજય સુણે જગદીશ, વીર કહે છે દેજે આશિષ; સ્વામી સેવીયે. ૧૧