________________
ચારિત્ર અપાવ્યું હતું ને અમૃતશ્રીજી નામ રાખ્યું હતું. તેઓ હાલ વિદ્યમાન છે. આ સાધ્વીજી અમૃતશ્રીએ ૧ માસ ખમણ, ૧ સેળભથુ, ૧ ચૌદ ઉપવાસ; ૧ અગિઆર ઉપવાસ, ૧ અાઈ, ૧ નવ ઉપવાસ, ૧ સાત ઉપવાસ, ૧ વરસી ત૫, વીસ સ્થાનકની ઓળી, વર્ધમાન તપની ઓળી ૧૧ તે સિવાય નાની મોટી અનેક તપસ્યા કરી છે. '
તથા બીજી પુત્રીનો પોતાની હયાતિમાં સ્વર્ગવાસ થયા હતા. તેઓ કેટલાક વરસ જૈનાબાદમાં રહ્યા બાદ અમદાવાદ રહેવા સારૂ ગયા હતા. જૈનાબાદથી જવાનું કારણ એ હતું કે અમદાવાદ જવાથી ધર્મવૃદ્ધિ કરવાની દરેક જાતની સગવડતા મળે ને આત્મા નિર્મળ બને, તથા સુપાત્રે દાન દેવાય, આવા વિચારથીજ અમદાવાદ ગયા. તેઓ પિસે સુખી હતા ને સમાર્ગમાં દ્રવ્યને વ્યય કરતા હતા.” તેઓની તબીયત નરમ થવાથી વીરમગામ આવ્યા હતા. વીરમગામમાં પિતાનું મકાન હતું. પિતાની પાછળ કેઈ’ નહિ હોવાથી પોતાની જે જે મીલકત હતી તે બધી પોતાની હયાતિમાં વીલ કરી આપીને ધર્માદામાં આપી હતી. આ પ્રમાણે પિતાનું ધન સમાર્ગે વાપર્યું. તેઓ સં. ૨૦૦૫ના શ્રાવણ સુદી બીજે વીરમગામમાં સમાધિપૂર્વક દેવલોક પામ્યા.
આથી ધાર્મિક ભાવનાની ઝાંખી કરાવવા તેમનું જીવન આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. |} : આ ગ્રંથ તેમના તરફથી બહાર પાડવામાં આવ્યું છે, અને આ પ્રમાણે તેમણે જ્ઞાનવૃદ્ધિ માં લક્ષ્મીને સારો સંદવ્યય કર્યો છે. તેથી તેમને જેટલો ધન્યવાદ આપીએ તેટલ શેડે છે.