________________
૧૪
દેવવંદનમાલા
પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થ કાઉસગ કરૂં? ઈચ્છા ! શ્રીમતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસગ્ગ વંદભુવત્તિઆએ. પછી અન્નત્થ ઉસસિએણું કહી એક લગસને ચંદેસુ નિમલયરા સુધીને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી, કાઉસ્સગ પારી, “નમોડસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુશ્ય કહી થાય કહેવી. તે નીચે પ્રમાણે–
થય– શ્રી શંખેશ્વર પાસ જિસર-એ દેશી.) શ્રી મતિજ્ઞાનની તવભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા; ચઉહિ દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખ્યા છે; માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવક્ષા છે; તે મતિજ્ઞાનને વંદે પૂજે, વિજયલક્ષ્મી ગુણ કાંક્ષા છે;
પછી ખમાસમણ દેઈ એક ગુણને દુહો કહી, પછી બીજું ખમાસમણ દઈ બીજે ગુણ વરણ. એ રીતે મતિજ્ઞાન સંબંધો અાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે–
શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિ રૂપ, પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખ રૂપ. શેય' અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ; તેહમાં એકાવન કહે, આતમધર્મ પ્રકાશ.
૧ જાણવા લાયક વસ્તુ.