________________
જ્ઞાનપંચમીની કથા.
આરાધનાથી સુખની પ્રાપ્તિ અને દુ:ખને નાશ થાય છે. માટે આ જ્ઞાન પંચમી અથવા સૌભાગ્ય પંચમીની આરાધના કરવાથી તેના રે નાશ પામશે અને સુખી થશે.” આ પર્વની આરાધના આ પ્રમાણે કરવી:
કારતક માસની સુદ પંચમીએ વિધિપૂર્વક ઉપવાસ કરો. ઉંચા આસને પુસ્તકાદિ જ્ઞાનને સ્થાપન કરી તેની સુગંધિદાર પુષ્પ તથા વાસક્ષેપથી પૂજા કરવી. ધૂપ કરે. પાંચ દિવેટને દીપક કરવું. પાંચ વર્ણનાં ધાન્ય, પાંચ પ્રકારનાં પકવાન્ન તથા પાંચ જાતિનાં ફળો મૂકીને એકાવન સાથીયા કરવા. “નામે નાણસ્સ' એ પદની ૨૦ નવકારવાળી ગણવી. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું. તથા જ્ઞાનની આરાધના માટે ૫૧ લોગસ્સનો કાઉસગ્ન કર. આ પ્રમાણે જાવજજીવ સુધી કારતક સુદી પાંચમની આરાધના કરવી. બીજી રીત એવી પણ છે કે કારતક સુદ પાંચમથી આરંભી દરેક માસની સુદ પાંચમે ઉપરની વિધિ કરવી. એ પ્રમાણે પાંચ વરસ અને પાંચ માસ કરે તે આ તપ પૂરે થાય. આ દિવસે પૌષધ કર્યો હોય તે પારણને દિવસે વિધિ કરવી. તપ પૂરે થાય ત્યારે યથાશક્તિ પાંચ જ્ઞાનનું ઉદ્યાપન (ઉજમણું) કરવું” ગુરૂનાં વચન સાંભળી ગુણસુંદરીએ જ્ઞાન પંચમીનું આરાધન કરવાનું ગુરૂ પાસે સ્વીકાર્યું. અને તેણે ત્યાર પછી તેનું વિધિપૂર્વક પાલન કર્યું.
તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછ્યું કે “હે ગુરૂ મહારાજ! આ મારે પુત્ર' વરદત્ત એક અક્ષર પણ ભણી શકતા નથી તથા કઢના રેગથી પીડા