________________
શ્રી જ્ઞાનપંચમીના દેવવંદનના રચનાર
શ્રી વિજયલક્ષ્મી સૂરિ. આ આચાર્યશ્રીને જન્મ આબુ પાસેના પાલડી ગામમાં સંવત ૧૭૯૭ના ચૈત્ર સુદ પાંચમે થયો હતો. તેમને પિતાનું નામ હેમરાજ અને માતાનું નામ આપ્યું હતું. તેમનું નામ સુરચંદ હતું. તેઓ જ્ઞાતિએ પિરવાડ વણિક હતા. સં. ૧૮૧૪ ના મહા સુદ પાંચમને શુક્રવારે સૌભાગ્ય સૂરિ પાસે તેમણે દીક્ષા લીધી. સુવિધિવિજય નામ રાખ્યું. આચાર્ય પદ પણ સીનોરમાં સં. ના ચિત્ર સુદ ૯ ગુરૂવારે આપવામાં આવ્યું. તેઓ સંવત ૧૮૬૮ માં પાલીમાં સ્વર્ગવાસ પામ્યા.
૬૪ મી પાટે વિજ્ય રદ્ધિ સુરિ થયા. તેમના બે પટ્ટધર થયા-૧ સૌભાગ્ય સાર, ૨ પ્રતાપ સૂરિ. વિજય સૌભાગ્ય સૂરિના વિજયલક્ષ્મી સૂરિ અને વિજય પ્રતાપસૂરિના વિજય ઉદય સૂરિ થયા. ઉદયસૂરિના સ્વર્ગવાસ પછી સં. ૧૯૪૮ માં તેમની પાટ પર વિજય લક્ષ્મી સૂરિ આવ્યા. તેઓશ્રીએ વિંશતિ સ્થાનક, ઉપદેશ પ્રાસાદ, પદાવલિ વગેરે ઘણી સંસ્કૃત કૃતિઓ રચેલી છે.
તેઓએ ગુર્જર ભાષામાં પૂજ, સ્તવને, ઢાળીયાં વગેરે અનેક કૃતિઓ બનાવી છે. તે વિદ્યમાન છે. પ્રસ્તુત દેવવંદનમાળામાં જ્ઞાનપંચમીના દેવવંદન પણ તેઓશ્રીએ બનાવ્યા છે. તેથી તેમને ટૂંક પરિચય અહીં આવે છે. તેમનું વિશેષ ચરિત્ર જેનયુગ, એતિહાસિક રાસમાળા વગેરેમાંથી જિજ્ઞાસુઓએ જાણવું.
આ જ્ઞાન પંચમીની આરાધના કરી વરદત્ત અને ગુણમંજરી શ્રેષ્ઠ મેક્ષ પદવી પામ્યા છે. અહીં પ્રસંગ હોવાથી જ્ઞાન પંચમીના દેવવંદનની શરૂઆત કરતાં પહેલાં તે બંનેએ જ્ઞાનની વિરાધના કરવાથી કેવાં દુઃખ ભોગવ્યાં અને પછીથી જ્ઞાનની આરાધના કરવાથી સુખ ભગવી અંતે મેક્ષ પામ્યા તે સંબંધી તેમની જીવનકથા ટૂંકમાં આ પ્રમાણે –