________________
૩૬
જમ્યા તણી નયરી ઉત્તમ જે અયોધ્યા, ત્રાતા નરેશ પ્રભુના જિતશત્રુ રાજા દેદીપ્યમાન જનની વિજયા વીકારી, સેવો સદા અજિતનાથ ઉમંગકારી. વાધે ન કેશ શિરમાં નખ પામ વ્યાધિ, પ્રવેદગાત્ર નહિ લેશ સદા સમાધિ છે માંસશોણિત અહે અતિ શ્વેતકારી, હે સ્વામિ સંભવ સુસંપદ ગાત્ર તારી. છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કોઈ જાણે, એ ચાર છે અતિશયો પ્રભુ જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. ભૂમંડલે વિહરતા જિનરાજ જયારે, કાંટા અધોમુખ થઈ રજ શુદ્ધ ત્યારે; જે એક જે જન સુધી શુભ વાત શુદ્ધિ એવા નમ્ સુમતિનાથ સદા સુબુદ્ધિ. વૃષ્ટિ કરે સુરવર અતિ સૂક્ષ્મ ધારી, જાનું પ્રમાણ વિરચે કુસુમો શ્રીકારી; શબ્દ મનહર સુણ શુભ શ્રોત્રમાંહી, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ. સેવા કરે યુગલ યક્ષ સુહંકરો ને