________________
૨૦૧
તત્ક્ષણ મરૂદેવા, તિહાં લો નિર્વાણ. ધન્ય ધન્ય એ પ્રભુજી, ધન્ય એહને પરિવાર, લાખ પૂર્વ ચોરાશી, પાલી આયુ ઉદાર; મહા વદી તેરસ દિને, પામ્યા સિદ્ધિનું રાજ; અષ્ટાપદ શિખરે, જય જય શ્રીજિનરાજ. ૧૦
કલશ–ચોવીશ જિનવર તણું અંતર, ભણ્યો અતિ ઉલ્લાસ એ, સંવત સત્તર તહેતરે, એમ રહી ચોમાસું એ સંઘ તણે આગ્રહ રહી મેં, શ્રી વિમલવિજય ઉવઝાય એ તસ શિષ્ય રામવિજય નામે, વર્ષો જય જયકાર એ. ૧.
શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ.
સાત નારકીનું સ્તવન,
ઢાળ પહેલી, વર્ધમાન જિન વિનવું, સાહિબ સાહસ ધીરેજી; તુમ્હ દરિસણ વિણ હું ભમે, ચિહું ગતિમાં વડવીરાજી. ૧ પ્રભુ નરગ તણું દુઃખ દહિલા, મેં સહ્યાં કાલ અને તોજી શોર કિયે નવિ કે સુણે, એક વિના ભગવતેજી. પાપ કરીને પ્રાણુઓ, પહેલે નરગ મઝારીજી; કઠિણ કુભાષા સાંભલી, નયણ શ્રવણ દુઃખકારો. ૩ શીતલ એનિમેં ઉપન્યો, રહેવું તપતે ઠામજી; જાનુ પ્રમાણે રૂધિરના, કીચ કહ્યા બહુ તાજી.