________________
૧૩૧
શત્રુ થકી ઉગરીઓ, ગુરૂ એવા ધારીએ રે. રૂડાં૧ હીર સૂરીશ્વર યહાં પર આવ્યા,અઢળક દ્રવ્ય ખરચી પધરાવ્યા; મૂર્તિ શક્કરપુર ગુરૂ મંદિરમાં ભાલીએ રે. રૂડાં રે થંભણ પાસ પ્રભુની મૂર્તિ, યહાં મણિમય શોભે દુખ સુરતી; જયતિહુઅણ સ્તોત્રથી સ્તુતિ ઉચ્ચારીએ રે. રૂડાં૩ અભયદેવ સૂરીશ્વર રાયા, સ્તોત્ર રચી નીજ કુષ્ટમિટાયા; નવ અંગની ટીકા રચી એ ઉપગારીએ રે. રૂડાં૪ ચિગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી તેના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સંભારીએ રે. રૂડાં૫ માણેક નું દેવલ સુંદર, ભૂમિ પર શોભે તસ અંદર; અજિત દેવ પુંડરીક પૂછ દિલ ઠારીએ રે. રૂડાં. ૬ ઓગણસ દેવલ સહિત બીરાજે, મહટું દહેરૂં ગગનમાં ગાજે; સાત શિખરનું દેખી દુઃખ નિવારીએ રે. રૂડાં૭ શહેર બિચ શોભે તે દહેરૂં, જબૂદ્વીપમાં જેમ મેરૂ મૂલનાયક ચિંતામણી પાસ પખાલીએ રે, રૂડાં૮ આરિસા ભુવન સમાન મનોહર, કાચ જડિત દેવલમાં સુખકર, અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએ રે. રૂડાં૯ આત્મ કમલ લાયબ્રેરી જ્યાં, ચિત્ય ચિંતામણી પાસનું ત્યાં; થંભણનાથ પૂજી ભેંયરૂ સુધારીએ રે. રૂડાં૧૦ ઇત્યાદિક સાઠ મોટા દેરાં, પંદર દેરાં જિન કેરાં હંસ પરે જુહારી આતમ તારીએ રે.--- રૂડાં. ૧૧