________________
પૂજ્ય ધર્મરાજાની જીવન ઝરમર
બહુરત્ના વસુંધરા
જગત માત્રના જીવોને અભય, સભાગ તેમજ ધર્મ ચક્ષુદાતા શ્રી જિનેશ્વર પરમાત્માના શાસન રસિક ધર્માત્માએ અને તે ધર્માત્માએની શ્રી જિનશાસનની પ્રભાવના અનેકવિધ પ્રવૃત થયેલ ગુજરાતનું પાટનગર રાજનગર એ આપણા પૂ. ગુરૂભગવંતનું જન્મ સ્થાન.
માણેક ચોકમાં આવેલ ખેતરપાળની પિળમાં વસતા ફતેહચંદ મનસુખભાઈ કિનખાબવાળાના સુપ્રસિદ્ધ કુટુંબમાં પિતા અમીચંદભાઈ માતા ચંપાબેનના પુત્ર તરીકે વિ. સં. ૧૯૫૭ પિપ વદ ૧ના મંગલ દિવસે આપણું ઉપકારી ગુરૂદેવનો જન્મ થયો. કુલ અને કુટુંબના ધર્મ સંસ્કારો તેમના પુત્રમાં પ્રતિબિંબિત પણે જણાઈ આવે છે. તેમ પૂ. ગુરૂદેવ માતાની મમતા અને પિતાના પ્યાર સાગરમાં સ્નાન કરતાં સુસંસ્કાર પામ્યા. જન્માક્તરની કોઈ સાધનાના જોરે આ સુસંસ્કાર રૂપી વેલડીએ વધુ વિકસવા તેમજ પાંગરવા લાગી. રતિભાઈ હિંમતભાઈ વિ. બંધુઓની સાથે ધમરંગની બાલ્ય વયથી લગની લાગી.
સભાગે પાંજરાપોળ ઉપાશ્રયે બિરાજમાન પ. પૂ. શાસન સમ્રા આચાર્ય ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. ના શિષ્ય પ. પૂ. શ્રી વિજ્ઞાનવિજયજી ગણિ મ. ના પરિચયમાં આપણું ચરિત્ર નાયક કાંતિભાઈ આવ્યા, પારસમણિના પરિચયે લેહ સુવર્ણ અને તેમ કાંતિભાઈને સંયમ પ્રાપ્તિની તમન્ના જાગી. વિ. સં. ૧૯૭૬ ફા. વ. ૩ ના મહામંગલકારી દિને અમદાવાદનાં પનોતા પુત્ર ભાવિના