________________
સોળ પ્રહર દીધી દેશના, જાણે લાભ અપાર; દીધી ભવિહિત કારણે, પીધી તેહિજ વાર...૩ દેવશમાં પ્રતિબોધવા, ગોયમ ગયા સુજાણ; કાતિક અમાવાસ્યાદિને, વીર લહ્યા નિર્વાણ......૪ ભાવઉદ્યોત ગયો હવે, કીધી દ્રવ્ય ઉત એમ રાય સવિ મળી ચિતવે, કીધે દીપક ત...૫ દિવાળી તીહાંથી થઈ જગમાંહે પ્રસિદ્ધ; પદ્મ કહે આરાધતાં, લહીયે અવિચલ રિદ્ધ...૬
શાસન નાયક વીરજિન, મુક્તિપુરી શણગારી, ગૌતમની પ્રીતિ પ્રભુ, અંતસમય વિસારી..૧ દેવશર્મા પ્રતિબંધવા, મોકલે મુજને સ્વામ, વિશ્વાસી પ્રભુ વિરજી, છેતર્યો મુજને આમ........૨ હા” હા” આ શું કર્યું ! ભારતમાં અંધારું, કુમતિ મિથ્યાત્વી વધી જશે, કેણ કરશે અજવાળું..૩ નાથ વિનાના સૈન્ય જેમ, થ એમ નિરધાર, એમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુડાની ધાર..૪ કેણ વીરને કણ તું, જાણી એહ વિચાર, ક્ષપક શ્રેણું આરોહતા, પામ્યા કેવલ નાણ...૫ વીરપ્રભુ મોક્ષે ગયા એ, દીવાળી દિન જાણ, ઓચ્છવ રંગ વધામણું, જસ નામે કલ્યાણ