________________
આરતી જય! જય! આરતી આદિ જિમુંદા, નાભિરાયા – મરુદેવીકે નંદા. જય! જય! ! ૦ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હા લીજે. જય! જય!! ૧ દૂસરી આરતી દીન-દયાળા, ધૂળેવા મંડપમાં પ્રભુ જગ-અજવાળા. જય! જય !! તિસરી આરતી ત્રિભુવન દેવા, સુર-નર ઇન્દ્ર કરે તોરી સેવા. જય! જય!૨ ચોથી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફલ શિવ સુખ પૂરે. જય! જય! ! પંચમી આરતી પુણ્ય-ઉપાસે, મૂલચંદ રિખવ–ગુણ ગાયે ! જય! જય ! ! !
મંગળ દીવો દવે રે દીવે માંગલિક દીવે, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવે રે ! ૧ સોહામણું ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અમરા બાળી. દી રે ! ૨ દીપાળ ભણે એણે કુલ અજુઆળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીવે રે ! ૩ દીપાળ ભણે એણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે. દી રે૪ અમ ઘર મંગલિક તુમ, ઘર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હેજે. દવે રે ! ૫