________________
(૧૫)
વીતરાગ હે કૃતકૃત્ય છે હું આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું? શું અથવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે ? પણ પ્રત્યે ! પૂરી ભક્તિ પાસે યુક્તિ એકે ના ટકે.
(૧૬) હે નાથ ! નિર્મળ થઈ વસ્યા છે આપ દરે મુક્તિમાં, તે ચે રહ્યા ગુણ આપના મુજ ચિત્તરૂપી શક્તિમાં, અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહી ઉદ્યોતને કરતો નથી.
(૧૭)
અહે!જિનરાજ શું કીધું, એકલા શિવ લઈ લીધું; અનાદિકાળની પ્રીતિ, તેડી શું સુજ્ઞની રીતિ. ૧ ખરા દિલદાર તે કહીયે, ખરા દાતાર તે કહીયે, “ઉગારે જે બહુ પ્રાણ, સહુને સરખાં જાણી. તમે તે મુજને ત્યાગી, થયા છે મેક્ષના ભાગી; હવે તો સાંભળે શેના, હવે તે ઓળખે શેના. ' તમે છોડ્યો પ્રભુ મુજને, કદાપિ ના તજુ તુજને; મને તો આશરે તારે, કૃપાળુ નાથ તું મારે. પૂરવની પ્રીત સંભાળી, હવે મુજને લે ઉગારી; કહે “મુક્તિવિમલસાચું, બીજા દે નહીં યાચું.