________________
૩૦૪
ધન્ય માતા જિણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિણ કુળે અવતરિયા ધન્ય સદ્ગ૨ જિણે દીખિયાએ. ૬૭. વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ પુલવી ન લ. પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. (વડ જિમ શાખા વિસ્તરોએ) ૬૮. ગૌતમસ્વામીનો રાસ ભણી, ચઉવિહ સંઘ રળિયામત કીજે, સયળ સંધ આણંદ કરે. ૬૯. કુંકુમ ચંદન છડે દેવરા, માણેક મોતીના ચોક પુરાવો, રાયણ સિંહાસના બેસણું એ. ૭૦. તિહાં બેસી ગુરુ દેસના દેસે, ભવિક જીવનાં કારજ વરસે, ઉદયવંત મુનિ એમ ભણે એ. ૭૧. ગૌતમસ્વામિ તણો એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાય સુખ નિધિ સંપજે એ. ૭૨. એહ રાસ જે ભણે ભણાવે, વર ભયગળ લછી ઘર આવે, મનવાંછિત આશા ફલે એ. ૭૩
વીરજિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપ નિશદિશ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત હેલા સંપજે ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નારે હું કડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. શાલ દાલ સુરહાંત ગોલ, મનવાંછિત કાપડ તંબેલ; ઘર સુધરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ગૌતમ ઉો અવિચળ ભાણ, ગૌતમ નામ જપો જગજાણ; મહેટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ.