________________
૨૯૫
કાને કુંડળ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી; હસ્ત બિરું હાથ સોહીએ, તુમ વદે સહુ નરનારી. તું. ૩ અગ્નિ કાષ્ટસે સર્ષ નિકાલા, મંત્ર સુનાયા બહુ ભારી; પૂર્વ જન્મકા વૈર ખેલાયા, જળ બરસાયા શિરધારી તું. ૪ જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કયા નિરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપકારી. તું. ૫ રૂપવિજય કહે સુણ મેરી લાવણી, એસી શોભા બહુ સારી; માતપિતા બાંધવ સહુ સાથે, સંજમ લીધા નિરધારી. ૮. ૭
વૈરાગીપદ
ચેત તો ચેતાવું તેને રે પ્રામર પ્રાણી તારે હાથે વપરાશે, તેટલું જ તારું થાશે
બીજું તે બીજાને જાણે રે.... પામર સજી ઘરબાર સારું, મિથ્થા કહે છે મારું મારું
તેમાં કશું નથી તારું રે......પામર માખીઓએ મધ કીધું, ન ખાધું દાન દીધું.
લૂંટનારે લૂંટી લીધું રે...... પામર ખંખેરીને હાથ ખાલી, ઓચીંતું જવું છે ચાલી
કરે માથાફેડ ઠાલી રે....... પામર સાહુકારમાં સવાયો, લખપતી તું લેખાયો
કહે સાચું શું કમાયો રે......પામર કમાયો તું માલ કે, તારી સાથે આવે એવો
અવેજ તપાસ એ રે...... પામર હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી
તારી મૂડી થાશે તાજી રે...... પામર