________________
૨૨૩
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરીવરૂ વાસુપૂજય ચંપાનગર સિદ્ધા, નેમ રેવાગિરિવરૂ સમેતશિખરે વીસ જિનવર, મુક્તિ પહોંતા મુનિવરૂ
વીશ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહંકરૂ...૨ અગિયાર અંગ ઉપાંગ બાર, દશ પયના જાણીએ છ છેદ ગ્રંથ પસન્દ સથા, ચાર મૂળ વખાણીએ અનુગદ્વાર ઉદાર નંદિ સૂત્ર જિનમત ગાઈ એ વૃત્તિ ચૂણિ ભાષ્ય પીસ્તાલીશ આગમ થાઈએ....૩ દેય દિશિ બાલક દેય જેહને, સદા ભવિયણ સુખકરૂ દુખહરી અંબા લુંબ સુંદર, દુરિત દેહગ અપહરૂ ગિરનારમંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવીએ શ્રી સંઘ સુપ્રસન્ન મંગલ કરે, તે અંબા દેવીએ....૪
શ્રી પાર્શ્વજિન સ્તુતિ
(૧)
સકલ સુરાસુર સેવે પાયા, નયરી વાણારસી નામ સહાયા,
અશ્વસેન કુલ આયા; દશ ને ચાર સુપન દીખલાયા, વામા દેવી માતાએ જાયા,
લંછનનાગ સહાયા; . છપ્પન દિકુમરી ફુલરાયા, ચેસઠ ઈદ્રાસન ડેલાયા,
મેરુશિખર નવાયા; નીલવરણ તનુ સેહે કાયા, શ્રી વિજયસેન સૂરીશ્વર રાયા,
પાસ જિનેશ્વર ગાયા. ૧