________________
૨૨૧
શાન્તિ જિનેસર સેળમા, ચકી પંચમ જાણું કુંથુનાથ ચક્રી છઠ્ઠા. અરનાથ વખાણું, એ ત્રણે ચક્રી સહી, દેખી આણંદું, સંજય લઈ મુગતે ગયા, નિત્ય ઉઠીને વંદુ. ૨. શાન્તિ જિનેસર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે, દાન-શિયળ–તપ–ભાવના, નર સાય અભ્યાસે; એ રે વચન જિનજી તણા, જેણે હિંયડે ધરીયા, સુણતાં સમકિત નિર્મલા, જેણે કેવલ વરીયા. ૩. સમેતશિખર ગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં, કાઉસગ્ગ ધ્યાને મુદ્રા રહી, જેણે મેક્ષ જ લીધાં; જક્ષ ગરુડ સમરું સદા, દેવી નિર્વાણ, ભવિક જીવ તમે સાંભળે, રિખભદાસની વાણ. ૪
શ્રી નેમિજિનસ્તુતિ
(૧) નેમિજિનેસર પ્રભુ પરમેસર, વંદે મન ઉલ્લાસજી, શ્રાવણ સુદિ પંચમી દિન જનમ્યા,
હુએ ત્રિજગ પ્રકાશજી; જન્મમહોત્સવ કરવા સુરપતિ, પાંચ રૂપ કરી આવે છે, મેરુશિખર પર ઓચ્છવ કરીને,
વિબુધ સયલ સુખ પાવેજી. ૧.