________________
૧૯૬
(૧૨)
સિદ્ધાચલગિરિ ભેટચા રે, ધનભાગ્ય હમારા....
એ ગિરિવરના મહિમા મેટા, કહેતાં ન આવે પાર; રાયણ ઋષભ સમાસર્યા સ્વામી,
પૂરવ નવાણું વારા રૈ....ધન૦ ૧
મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર; અષ્ટદ્રવ્ય શુ` પૂજો ભાવે,
સકિત મૂળ આધારા રે....ધન૦ ૨
ભાવભક્તિ શુ' પ્રભુ ગુણ ગાવે, અપના જન્મ સુધારા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે,
નરક–તિય ચ ગતિ વારા રે....ધન૦ ૩
દૂર દેશાંતરથી હુ' આવ્યે, શ્રવણે સુણી ગુણ તારા; પતિત ઉદ્ધારણ બિરુદ તુમારા,
એ તીરથ જગ સારા રે....ધન૦ ૪
સંવત અઢાર ત્યાસી માસ અષાઢા, વિક્રે આઠમ ભોમવારા; પ્રભુ કે ચરણ પ્રતાપ કે સંઘમાં,
ખીમારતન પ્રભુ પ્યારા રે....ધન૦ પ