________________
૧૪૩
મહાવીર સ્વામી રે વિનતિ હું છું દુઃખીયે અપાર ભવોભવ ભટક રે વેદના
બહુ સહી ચઉગતિમાં બહુવાર મહાવીર ૧ જન્મ મરણનું રે દુ:ખ નીવારવા રે આવ્યે આપ હજુર સમ્યગ દર્શન જે મુજને દીયે તો લહું સુખ ભરપુર ૨ રખડી રઝલી હું આવ્યું, સાચે જાણી તું એક
મુજ પાપીને પ્રભુ તારજે, તાર્યા જેમ અનેક ૩ ના નહિ કહેશે રે મુજને સાહિબા રે હું છું પામર રાંક આપ કૃપાલુ રે ખાસ દયા કરે રે માફ કરો મુજ વાંક ૪ ભૂલ અનંતી વાર આવી હશે રે, માફ કરો મહારાજ શ્રી ઉદયરત્ન લખી લખી વિનવે, બાહ્ય ગ્રહે રાજપ
માતા ત્રિશલા-નંદ કુમાર, જગતનો દીવો રે મારા પ્રાણ તણો આધાર, વીર ઘણું જી રે
આમલકી ક્રીડાએ રમતાં, હા સુર પ્રભુ પામી રે સુણોને સ્વામી આતમરામી,
વાત કહું શિર નામી રે વીર માતા ૧. સુધર્મા સુરલોકે રહેતાં, અમે મિથ્યાત્વે ભરાણું રે નાગદેવની પૂજા કરતાં,
જે શિર ન ધરી પ્રભુ આણ રે. વીર માતા ૨ એક દિન ઈદ્ર સભામાં બેઠા, સેહમપતિ એમ બેલે રે ધીરજબલ ત્રિભુવનનું નાવે,
ત્રિશલા બાલક તેલે રે વીર માતા ૩