________________
૧૧૬ એકવાર જે નજરે નીરખે, તે કરે મુજને તુમ સરિખે; જે સેવક તુમ સરિખ થાશે,
તે ગુણ તમારા ગાશે....સુણે૦૯ ભવભવ તુમ ચરણની સેવા, હું તો મારું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી,
એવી ઉદયરત્નની વાણી....સુણે ૧૦
હારે મુજ ને રાજ, સાહિબ શાંતિ સલૂણ.... અચિરાજીના નંદન તે રે, દરિશણ હેતે આવ્ય; સમક્તિ રઝ કરીને સ્વામી,
ભગતિ ભેટશું લાવ્યો.. હારે ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂ, અમને આશા તુમારી, તમે નિરાગી થઈને છૂટો,
શી ગતિ હશે અમારી હાર કહેશે લેક ન તારું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક જે બોલી ન જાણે,
તે કેમ વહાલે લાગે મહાર૦૩ મ્હારે તે તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું,
તેહને કામ કિશાનું....હાર૦૪ અધ્યાતમ રવિ ઉ મુજ ઘટ, મેહ તિમિરહયું જુગતે; વિમલ વિજય વાચકનો સેવક,
રામ કહે શુભ ભગતે....હાર ૫