________________
તેઓ શ્રી ખમચંદભાઈની પ્રબળ ભાવના કે આ સંગ્રહ અન્ય પણ જિનભક્તોને ભક્તિના પુણ્યમાગે સહાયક બને તે માટે આ સંગ્રહ પ્રકાશિત કર્યો છે.
અંતે એક જ અપેક્ષા કે આપણું પૂર્વ પુરુષોની આ જિનભક્તિની કૃતિઓને ઉપયોગ કરી સહુકોઈ પોતાનું કલ્યાણ સાધે.
આ પ્રકાશનની વ્યવસ્થા માટે પંડિત શ્રી વસંતભાઈ મફતલાલ દોશીએ સારો શ્રમ કર્યો છે. જ્યારે મુનિશ્રી કલ્યાણચંદ્ર વિજયજીએ દરેક રીતે સારે રસ લઈ પ્રાચીન સ્તવને પુસ્તક પ્રકાશન માટે મેળવી આપવા પ્રયત્ન કર્યો છે.
લી. આ. ચોદયસૂરિ ચોપાટી–મુંબઈ
સં. ૨૦૩૫