________________
સ્તુતિઓ વગેરેને ઘણે ભાગ બહુ પ્રયાસ વડે ઘણે સ્થળેથી મેળવી એકઠો કર્યો હતો તેને તપાસી બને તેટલી અશુદ્ધિઓ દૂર કરી પછી તેને પુસ્તકમાં દાખલ કર્યો હતો. પ્રફે કાળજી પૂર્વક તપાસવામાં ઘણે શ્રમ સેવી શુદ્ધ કર્યા. આ સ્થળે મારા જ્યેષ્ઠ બંધુઓ (સંવત ૧૯૮૭માં પહેલી આવૃત્તિ બહાર પડી) તે વખતના મુનિમહારાજ શ્રી મુક્તિવિજ્યજી (જેઓ હાલ પંન્યાસજી છે) મહારાજે આ પુસ્તક પાછળ ઘણે શ્રમ વેઠળ્યો હતો તથા મુનિ મહારાજ શ્રી કાતિવિજ્યજીએ પણ પ્ર તપાસવાનું કાર્ય કર્યું હતું (જે પાછળથી કાળધર્મ પામ્યા છે.) યત્કિંચિત્કાર્ય આ લેખકે કરેલ તેની અનુમોદના કરી છે. તે પુસ્તક , તે વખત ચાતુર્માસમાં જ છપાઈ બહાર પડયું હતું. જેની શરૂઆતમાં કચ્છ-વાગડદેશદ્ધારક શાન્તમૂર્તિ બાળબ્રહ્મચારી પરમપૂજ્ય દાદાશ્રી જીતવિજ્યજી મહારાજ સાહેબનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પાંચ વિભાગ પાડવામાં આવેલ જેમાં પહેલા ભાગમાં ૩૨ ચૈત્યવંદને, બીજા ભાગમાં ૩૫ જેડા સ્તુતિઓ, ત્રીજા ભાગમાં ૬૬ સ્તવને, ચોથા ભાગમાં વૈરાગ્યરસિક નાની મોટી ૬૪ સઝાય અને પાંચમા ભાગમાં મંગલ આદિ પાંચ આપેલ.
આ પ્રમાણે આ પુસ્તક બહાર પડતાં લેકને અતિ ઉપયોગી જણાતાં કેટલીક નકલે ત્યાં જ માસામાં ખપી અને પાછળથી પણ ઉપરાઉપર માગણીઓ આવતાં બાકીને પણ ઘણે ભાગ ખપી જતાં ચતુર્વિધ સંઘની બીજી આવૃત્તિને માટે માગણી આવી. કોઈ કારણસર કેટલે એક વખત નીકળી જતાં છેવટ સં. ૨૦૧૪માં જ્યારે માંડવી બંદર ચાતુર્માસ થયું ત્યારે તે વખતોવખત અને ઉપરાઉપરી માગણે આવી. રિપુરંદરની ભાવના પુસ્તક ફરી છપાવવાની હતી, તેને વેગ મળતાં એક બાજુ કાર્તિક સુદ ૫ (સૌભાગ્ય પંચમી) થી ઉપધાનતપ શરૂ થયું અને બીજી બાજુ પ્રાચીન સ્તવન સજઝાયાદિનું દ્વિતીય આવૃત્તિનું કાર્ય ચાલુ રહ્યું. પરંતુ કેટલાંક વૈરાગ્ય રસિક પ્રાચીન તવનાદિ કે જે પહેલી આવૃત્તિમાં ન હતાં તેવાં કટલેક સ્થળેથી મેળવી તેને ઉતારો