________________
॥ ૩ ॥ તવ જગપતિ તિહાં ઉપદિશે, રાહિણી તપ સુવિચાર; આરાધા ભવી ભાવતું, આતમને સુખકાર ॥ ૪॥ સાત વર્ષ સાત માસની, અવિધ કહી સુપ્રમાણ; આરાધે સુખ સંપદા, પાંમે પદ નિરવાંણુ ॥ ૫ ॥ વાચક શુભનય શિષ્યના એ, ભક્તિવિજય ગુણ ગાય; વાસુપૂજ્ય જિન ધ્યાનથી, અનુભવ સુખ થાય ॥ ૬ ॥
रोहिणी तपनुं चैत्यवंदन - बीजुं રાહિણી તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય; દુખ દાગ દૂરે ટળે, પૂજક હાય પૂજ્ય ॥ ૧ ॥ પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઊઠીને પ્રેમે; મધ્યાને કરી ધેાતીઆ, મન વચન કાય પ્રેમે ॥ ૨ ॥ અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર ॥ ૩ ॥ ત્રિહુ કાળે લઈ ધૂપદીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભક્તિશું, અવિચળ સુખ લીજે ॥ ૪॥ જિનવર પૂજા જિન સ્તવન, જિનને કીજે જાપ, જિનવર પદને ધ્યાઈએ, જિમ નાવે સંતાપ ॥૫॥ કાડ કાડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ; માંન કહે ઇણ વિધ કરો, જિમ હોય ભવના છેઃ ॥૬॥