________________
જી પ્રસ્તાવના
श्रीवासुपूज्यस्वामिने नमः કચ્છ-વાગડ દેશદ્ધારક આચાર્ય મહારાજ સાહેબ શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૧૪ની સાલમાં જ્યારે કચ્છ-માંડવી બંદર સપરિવાર ચાતુર્માસ પધાર્યા ત્યારે ત્યાંના સંધની તથા કચ્છ–વાગડના કેટલાયે ગામના સંધની પણ ઈચ્છા પ્રાચીન સ્તવન સજઝાયાદિ સંગ્રહનું પુસ્તક ફરીથી પ્રગટ કરાવવાની થઈ. પ્રથમ આવૃત્તિ સંવત ૧૯૮૭માં
જ્યારે સિદ્ધગિરિની છાયામાં (પાલીતાણામાં) વાયક (ઉપાધ્યાય) પદમાં હતા ત્યારે થઈ હતી. તે વખતે તેઓશ્રી ત્યાં ચાતુર્માસ રહ્યા હતા અને જ્ઞાનાચારના ચોથા પદ (ઉપધાન–તપ) ની આરાધના કરાવી હતી. ત્યાં ચાતુર્માસ રહેલા ચાતુર્વિધ સંઘ તથા સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓ તરફથી ચેપડી બહાર પાડવા માગણી થઈ હતી.
શ્રી મહાવીરસ્વામીની ૭૧મી પાટે પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય દાદા શ્રી મણિવિજ્યજી મહારાજ થયા. તપાગચ્છના વિચરતા આચાદિ મુનિ મહાત્માઓને વિશેષ પરિવાર તેઓશ્રીને છે. તેમના શિષ્ય
તિવિંદ પ. પૂ. શ્રી પદ્યવિજ્યજી મહારાજના શિષ્યરત્ન કચ્છવાગડ દેશદ્ધારક પરમતપસ્વી શ્રી જીતવિજયજી દાદાના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રી હીરવિજયજી મહારાજ થયા. તેમના શિષ્યરત્ન ક–વાગડ દેશદ્ધારક, વ્યાકરણ, કાવ્યકોષ, પ્રાક્ત, ન્યાયાદિના વિદ્વાન જેઓ ત્યારે શ્રી ઉપાધ્યાય હતા તેઓશ્રીએ પરોપકાર દૃષ્ટિથી વિચાર્યું કે આ સંસારમાં રહેલા છે જ્ઞાનને અભાવે સંસારચક્રમાં ભટકે રખડે છે.
આ સ્થળે એ પણ જાણવું જરૂરી છે કે ભટકવું અને રખડવું શખ તે એક જણાય છે, પણ વિચાર કરતાં તેમાં મોટું