________________
પરિશિષ્ટ-૨ તિહાં શિબિકાથી ઊતરી, ખૂણ ઈશાને આઈ, આભરણો દેઈ માતને, લોચ કરે ચિત્ત લઈ રે. વિ. ૮ વાંદી ભદ્રા વીરને, કહે સુણે કરુણવંત, દીઊં હું ભિક્ષા શિષ્યની, હરે ત્રિભુવન કંતે રે. વૈ. ૯ શ્રીમુખ શ્રી જિન વીરજી, પંચ મહાવ્રત દેવ, ધન્નાને ત્રિભુવન ધણી, ઊચ્ચ તતખેવે રે. વૈ. ૧૦ પંચ મહાવ્રત ઊચ્ચરી, કહે ધન્ને અગાર, આજ થકી કપે હવે, સુણો પ્રભુ જગદાધારે છે. વૈ. ૧૧ છઠ તપ આંબિલ પારણે, કરે જાવજજીવ, ઈણ માંહે એ નહીં, એ તપ કરે સદી રે. વૈ. ૧૨ ભદ્રા વાંદીને વળ્યાં, કરત વીર વિહાર, નયરી રાજગૃહી અન્યદા, પત્યા બહુ પરિવાર રે. ૧. ૧૩ ભાવ સહિત ભક્તિ કરી, શ્રી શ્રેણિક ભૂપાળ, વાંદીને શ્રી વીરને, પૂછે પ્રશ્ન રસાળ રે. વૈ. ૧૪ ચૌદ સહસ અણગારમાં, કુણ ચઢતે પરિણામ, કહો પ્રભુજી કરુણા કરી, નિરૂપમ તેહનું નામ છે. વિ. ૧૫
ઢાળ ચોથી શ્રેણિક સુણુ સહસ ચદમાં, ગુણવંત હે ગિરુઓ છે જેહ કે, ચારિત્રી ચઢતે ગુણે, તપે બળિયે હે, તપસમાંહી એહ કે.
તે મુનિવર જગ વંદિયે. એ આંકણી ૧ એક ધન્ય જ હો ધન્ને અણગાર કે કાયા તે કીધી કાલે, બળે બાવળ છે જાણે દીસે છાર છે. તે ૨