________________
અણુ
જૈનશાસનનèામણિ, નિથવ, સચ્ચારિત્રચૂડામણિ, બાળપ્રહ્મચારી મહાતપસ્વી, પરમ ગુરુમહારાજ શ્રી ૧૦૮ જીતવિજયજી મહારાજ તથા સમતાગુિણનિધાન ગુરુમહારાજ શ્રી હીરવિજયજી મહારાજની સેવામાં.
આપે આપના શુદ્ધ ચારિત્ર અને ઉત્તમ શ્રદ્દાચ તથા તપશ્ચર્યાદ્ઘિ અપૂર્વ પ્રભાવથી વિશુદ્ધ ધર્મોપદેશ વડે અનેક દેશના ભવ્યજીવાને સમ્યકત્વ, દેશવિરતિ, સ–વિરતિ આદિ પ્રાપ્ત કરાવીને શુદ્ધ મેાક્ષમાર્ગે ચડાવી મહાન ઉપકાર કર્યાં છે; તેમાં મને પણ આપે આ સંસાર સમુદ્ર તરવા જહાજ સમાન પારમેશ્વરી દીક્ષા આપી મહાન ઉપકાર કર્યોનું સ્મરણ કરવા ખાતર આ પુસ્તક આપને સમર્પણ કરી આત્માને કૃતાર્થ માનુ છું. લિ॰ આપને કૃપાકાંક્ષી, સેવક કનકવિજય