________________
ચાલે તેમ છે જ નહિ. ગમે તેવો બુદ્ધિમાન કે શક્તિમાન સાધન વિના સમુદ્રને પાર કરી શકતા નથી, તેમ ગમે તે જ્ઞાની પણ ગુરુજનેની સેવા વિના સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી. “ગુરુની અવજ્ઞા કરનારે દેવની અને ધર્મની પણ અવજ્ઞા કરનેરે છે' એમ જ્ઞાની પુરુષો કહે છે તે સાચું જ છે, ગુરુને શરણે રહેલાને જગતમાં કઈને ભય રહેતો નથી. મુખ્યતયા જે આત્માઓને પુણ્યોદય છતાં મોહનીયની મંદતા નથી હોતી તે ગુરુસેવામાં ટકી શકતા નથી, કારણ કે પુણ્યકર્મના ઉદયે મળતાં યશ-માન વગેરેને તે પચાવી શક્તા નથી. સ્વતંત્રતા તરફ તેમની દૃષ્ટિ દોડતી હોય છે, અને તેથી તથાવિધ કર્મને સોપશમ ન હોવાથી તેઓ ગુરુવર્ણની સેવાને પરાધિનતારૂપ માની ગુરુની પાસે રહી શકતા નથી કે રહેવા છતાં પૂજ્યભાવ પ્રગટ કરી શકત્તા નથી અને આત્માને અજવાળવાના સુંદર પ્રસંગને તે ગુમાવે છે. દાદાશ્રીએ પોતાના જીવનમાં ગુરુસેવાની સુંદર સાધના કરી હતી અને તેથી જ અનેકાનેક આત્માઓએ તેઓશ્રીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. કહો કે-લઘુતાથી પ્રભુતાને પામેલા તેમણે પોતાના ગુરુપદને ગુરુની સેવાથી પાવન કર્યું હતું.
જીવનની સુવાસ- તેઓશ્રી સૌભાગ્ય અને આદેય નામકર્મના ઉદયવાળા હતા. મેટે ભાગે તેઓના વચનને કઈ અનાદર કરતું નહિ અને તેથી તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન ધર્મના નામે થતાં પશુઓનાં બલિદાનેને બંધ કરાવ્યાં હતાં, માંસાહાર કરનારા અનેક જોએ પણ તેઓના પવિત્ર ઉપદેશથી માંસાહાર, દારૂપાન અને તેવાં પાપ છોડી દીધાં હતાં. તેઓના આશીર્વાદમાં અદ્દભુત બળ હતું, અનેક આમાઓને તેઓની વચનસિદ્ધિના ચમત્કાર જેવા મલ્યા હતા. એક લંગડા શ્રાવકને તે નવકાર મંત્ર આપી હંમેશને માટે લાકડાની ઘોડીથી મુક્ત કરી સાજા પગવાળે બનાવ્યો હતો. વૈર વિરોધ કે કુસંપ તેઓશ્રીના વચનમાત્રથી વિદાય લેતા, વગેરે અનેકવિધ સુગંધથી તેઓશ્રીનું જીવન સુવાસિત હતું.