________________
હતી તે આજે પણ વાગડ કે કચ્છને અનુભવ કરનારને દેખાઈ આવે છે. અલબત્ત, તે પ્રદેશમાં વ્યવહારિક કેળવણું બહુ ઓછી છે, બહુધા ખેતી પ્રધાન દેશ છે, ઓશવાળ જ્ઞાતીય શ્રાવકે પણ કેટલાય ગામમાં ખેતી કરી આજીવિકા ચલાવે છે. તોપણ ધર્મ અને ધર્મગુરુઓનું બહુમાન તેઓમાં જીવંત છે. સંભળાય છે કે તે પ્રદેશમાં વિચરનાર સાધુને વ્યાખ્યાન આપ્યા વિના ચાલી શકતું નથી. સવારમાં વગડામાં ખેતીનું કામ કરી મધ્યાન ટાણે ઘેર આવેલા એ ભોળા ધર્મભૂખ્યા જીવને જાણવા મળે કે ગામમાં મુનિ મહારાજ પધાર્યા છે, તે તુર્ત ભેગા થઈ જાય અને સાધુ મુનિરાજ પાસે ભૂખ્યા ભજન માગે તેમ ધર્મશ્રવણની માગણી કરે છે અને જે બે બેલ સાંભળવા મળે તેનાથી આનંદ અનુભવે છે. બેશક ! ત્યાં બીજા અન્ય પ્રદેશ જેટલું વિજ્ઞાન ખીલ્યું નથી, વ્યાપાર રોજગાર પણ વિકાસવાળા નથી, તે પણ ભગવાનની વાણીને આદર-ગુરુવચનનું બહુમાન, કોઈ વિશિષ્ટ સચવાયાં છે. તેઓ એ સમજે છે કે “ભાગ્ય હોય તે જ ભગવાનનાં વચન કાને પડે અને તેથી સારા વ્યાખ્યાતાનું બહુમાન વિશેષ હોવા છતાં સામાન્ય સાધુ પ્રત્યે આદર પણ ત્યાં જવંત છે. આ પ્રકારના સંસ્કારો એ દાદાશ્રીની અમૂલ્ય ભેટોની શેષારૂપે આજ સુધી પણ વિદ્યમાન છે. આજે જગત ભૌતિકવાદમ આગળ ધપી રહ્યું છે અને તેનાં સાધનો હજી વધી રહ્યાં છે. એ પ્રદેશમાં પણ હવે યંત્રવાદને આદર થવા લાગ્યો છે. ગયા વર્ષે જ ત્યાં રે પહોંચી ગઈ છે, એટલે અવનવા ફેરફારો થવાનો સંભવ છે. ભાગ્યવાનને એ ભૌતિક પ્રભથી આત્માને બચાવવા માટે સાવધ થવાની જરૂર છે. અત્યાર સુધીના અનુભથી સિદ્ધ થયું છે કે રેલ્વે પરદેશમાંથી આર્ય સંસ્કારનાં ઘાતક અવનવાં વિલાસનાં સાધનને લાવી આપે છે પણ પ્રજાના જીવનના પ્રાણભૂત ઘી, દૂધ, દહીં કે અબજો મણ અનાજને ખેંચી જાય છે અને એ રીતે પ્રજાને પાંગળી પરાધીન બનાવી દે છે. યંત્રવાદે બહારના ભૌતિક વિલાસોનું આકર્ષણ વધારી માનવના કુલાચાર વગેરે સાચા ધનને લૂંટી