________________
૨૬
સધ તેના ઉપકારથી કૃતજ્ઞ છે, એટલું જ નહિ પણ ‘ દાદા ' તરીકે તેનુ નામ જપે છે. મનુષ્ય માત્રની ફરજ છે કે તે જે કુટુંબમાં–સમાજમાં કે દેશમાં જન્મ્યા છે—ઉછર્યાં હોય તે તે કુટુમ્બસમાજ કે દેશને તેની ઉપર ઉપકાર હાવાથી તેની કૃતજ્ઞતા કેળવવી જોઈએ. આના અર્થ એ નથી કે તે તે કુટુંબ-સમાજ કે દેશના દૃષ્ટિરાગ યા પક્ષપાત કરવાના છે, ઉત્તમ પુરુષા સહજ ધૃતરા હાય છે જ અને પેાતાના વન ઉપર નાના સરખા પણ ઉપકાર જેનાથી થયા હોય તેને તે ભૂલતા નથી, પ્રત્યુપકાર કરી કૃતાર્થ થાય છે. મનુષ્ય પેાતાના જીવનમાં આ ગુણને કેળવવા જોઇએ. એથી જ સામાન્ય માણસમાંથી મહાન બનવા છતાં જે કુટુંબ-સમાજ કે દેશ તે પ્રત્યે અનન્ય પૂજ્યભાવ ધરાવતા હતા તેને તેઓશ્રી ભૂલ્યા ન હતા, તેઓના કલ્યાણ માટે યથાશકથ સવિશેષ પ્રયત્ના કર્યા હતા કે જેના પ્રતાપે તે પ્રદેશના શ્રાવકા તેમને દાદાનું ઉપનામ આપી આજ સુધી એજ નામે સખાધે છે. આ વાત તેએશ્રીએ ધર્મનું જે દાન કર્યું છે તેમાંથી પણ જણાઈ આવે છે.
આ હકીકતથી એ વાત પણ સમજાય છે કે દીક્ષાથી માંડીને અંતકાળ સુધીનાં પંચાવન વર્ષોમાં તેઓએ ફત્તેહગઢમાં છે તથા પાંચ, અને પલાંસવામાં ચાર તથા પાંચ ચાતુર્માસ સળગ કર્યાં છે. આવા એક સાથે એક જ ક્ષેત્રમાં વધુ ચાતુર્માસ રહેવાના પ્રસંગ પણ પેાતાના ગુરુમહારાજની અને પેાતાની વૃદ્ધાવસ્થાને લીધે બન્યા છે, સિવાય અમદાવાદમાં ત્રણ ચાતુર્માસા સાથે થયાં છે તે સંભવ છે કે તેના ચારિત્રથી આકર્ષાયેલા અમદાવાદના સંધના આદરથી ભિન્ન ભિન્ન ઉપાશ્રયેામાં થયાં હશે. વળી એક વાત એ પણ સમજાય છે કે તેનાં ચાતુર્માસા મારવાડ, મેવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, થરાદ્રી અને કચ્છપ્રદેશમાં એવી રીતે અંતરે અંતરે થયાં છે કે શેષકાળમાં તેઓને વિહાર ચાલુ જ રહેતેા હતો. આથી એ નક્કી થાય છે કે તેઓશ્રી સતત વિવ્હાર કરનારા હતા. આગળ તેના તપનું વર્ણન કરીશું તે